ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને પુત્ર-પુત્રીની હત્યા કરી હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ

ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને પુત્ર-પુત્રીની હત્યા કરી હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ

(બ્યુરો)           ભાવનગર તા.૧૭
ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં છઝ્રહ્લ (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો ગત તા.પ નવેમ્બરે ગુમ થયા બાદ ૧૬ નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી ૨૦ ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા.
શૈલેષ ખાંભલાએ ૭ નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે મૃતક નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરીમાં અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં ગત રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક નયનાબેનના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, જે રીતે ઘરમાંથી અહીં સુધી લાશો લાવવામાં આવી છે અને પથ્થરો બાંધી દાટવામાં આવી છે તેને જોતા સ્પષ્ટ છે કે, આ બનાવમાં એક કરતા વધુ લોકો સંડોવાયેલા છે. જે લોકોએ આ રાક્ષસી કૃત્ય કર્યું છે તેઓને ફાંસીની સજા થવી જોઈએ.