વંદે માતરમ્ ત્યાગ, તપસ્યા અને સમર્પણનું પ્રતિક હતું : વડાપ્રધાન
વંદે માતરમ્ રાષ્ટ્રગીતના ૧પ૦ વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ : વંદે માતરમ્ જેવું કોઈ ભાવગીત હોઈ શકતું નથી...
(એજન્સી) નવી દિલ્હી તા.૦૮
સંસદમાં આજે વંદે માતરમ પર વડાપ્રધાન મોદી સંબોધન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, "વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરવી તેગર્વની વાત છે. વંદે માતરમને યાદ કરવું એ આપણા બધા માટે સૌભાગ્યની વાત છે, જેણે આપણને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો." આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર, આપણે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી
બની રહ્યા છીએ.
સંસદના શિયાળુ સત્રના છઠ્ઠા દિવસે આજે લોકસભામાં વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. તેના માટે ૧૦ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું, "આ મંત્ર, સૂત્ર જેણે દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી, તેને પ્રેરણા આપી, શક્તિ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો." વંદે માતરમને યાદ રાખવું તે આપણા માટે સૌભાગ્યની વાત છે. વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અમને ગર્વ છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, વંદે માતરમને અંગ્રેજાેએ પ્રતિબંધીત કર્યું હતું. અને આ પ્રતિબંધની વિરૂધ્ધ અવાજ ઉઠી હતી. મહિલાઓ અને બાળકો અંગ્રેજાેના વિરૂધ્ધ માર્ગ પર ઉતરી પડયા હતા. વંદે માતરમ આપણી સ્વતંત્રતાનો મંત્ર હતો ત્યાગ અને તપસ્યાનો મંત્ર હતો. વંદે માતરમ ગીત ગાવા બદલ બાળકોને કોડા મારવામાં આવ્યા હતા અને લોકોને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા હતા. વિશ્વમાં વંદે માતરમ જેવું ભાવગીત હોઈ શકતું નથી. વંદે માતરમ ત્યાગ, તપસ્યા અને સમર્પણનું પ્રતિક હતું. તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. અંગ્રેજાેની ઉંઘ ઉડાવવા માટે વંદે માતરમ કાફી હતું. અંગ્રેજાેએ આ ગીત પર પ્રતિબંધ મુક્યો તેના પરથી તેની તાકાતને સમજાે તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું કે, તમામનો મંત્ર એક જ હતો એક ભારત,
શ્રેષ્ઠ ભારત, વંદે માતરમ...
સરકાર વતી રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ચર્ચામાં ભાગ લેશે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈ સહિત ૮ સાંસદો બોલશે. આ ઉપરાંત અન્ય પક્ષોના સાંસદો પણ પોતાનો મત રજૂ કરશે.


