દેશમાં જૈન સમુદાયની વસ્તી માત્ર ૦.પ ટકા પરંતુ કરઆવકમાં યોગદાન ર૪ ટકા

દેશમાં જૈન સમુદાયની વસ્તી માત્ર ૦.પ ટકા પરંતુ કરઆવકમાં યોગદાન ર૪ ટકા

(એજન્સી)       હૈદરાબાદ, તા. ૪
ઓછી વસ્તી હોવા છતાં, જૈન સમુદાય ભારતીય અર્થતંત્રનો કરોડરજ્જુ બનીને ઉભરી આવ્યો છે. હૈદરાબાદમાં તાજેતરમાં યોજાયેલા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કનેક્ટ ૨૦૨૫માં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારતીય અર્થતંત્રમાં જૈન સમુદાયનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ વસ્તીના માત્ર ૦.૫ ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ કરમાં આશરે ૨૪ ટકા ફાળો આપે છે. પછી ભલે તે ફાર્માસ્યુટિકલ્સ હોય, ઉડ્ડયન હોય કે શિક્ષણ, જૈન સમુદાય બધામાં અગ્રેસર છે.‘
રાજનાથ સિંહે જૈન સમુદાયના આ યોગદાનને ભારતના વિકાસમાં મુખ્ય પરિબળ ગણાવ્યું. તેમણે કહ્યું કે જૈન સમુદાય જેવા મહેનતુ અને સમૃદ્ધ સમુદાયની ભાગીદારીથી, ભારત ટૂંક સમયમાં રમકડાંથી લઈને ટાંકી સુધી બધું જ ઉત્પાદન કરતી વિશ્વની ફેક્ટરી તરીકે ઉભરી આવશે.
આ આંકડો જૈન સમુદાયની આર્થિક શક્તિને પ્રતિબિંબિત કરે છે. તેમની ધામિર્ક માન્યતાઓને ધ્યાનમાં રાખીને, સમુદાય પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જૈન સમુદાયે માત્ર કરમાં યોગદાન આપ્યું નથી પરંતુ દેશના ઘણા મોટા વ્યવસાયોને પણ આગળ ધપાવ્યા છે.