સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય
મેચના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાને ૧૨૪ રનનો લક્ષ્યાંક અપાયો હતો, પરંતુ કેપ્ટન શુભમન ગિલ વિના, ટીમ ટી બ્રેક પહેલા ૯૩ રનમાં ઓલઆઉટ થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૧૭
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકા ૩૦ રનથી જીત્યું હતું. બીજી ઇનિંગમાં ભારત ફક્ત ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે હાર્મરે કુલ ૮ વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં ફક્ત ૧૫૯ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં ૧૮૯ રન બનાવ્યા હતા, જેના કારણે ભારતને પ્રથમ ઇનિંગના આધારે ૩૦ રનની લીડ મળી હતી. જાે કે બીજી ઈનિંગ માત્ર ૯૩ રનમાં સમેટાઈ જતાં ભારતને ૩૦ રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
રન ચેઝમાં ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી. માર્કો જાનસેન બંને ઓપનર યશસ્વી જયસ્વાલ (૦ રન) અને કેએલ રાહુલ (૧ રન) ને સસ્તામાં આઉટ કર્યા. ત્રીજી વિકેટ ધ્રુવ જુરેલ (૧૩ રન)ના રૂપમાં પડી, જે સિમોન હાર્મરના હાથે કેચ થઈ ગયો. ત્યારબાદ હાર્મરે સ્ટેન્ડિંગ કેપ્ટન રિષભ પંત (૨ રન)ને આઉટ કર્યો. રવિન્દ્ર જાડેજા (૧૮ રન) પણ હાર્મરના હાથે ન્મ્ઉ આઉટ થયો. ભારતીય ટીમની સૌથી મોટી આશા વોશિંગ્ટન સુંદર હતી, જેને પાર્ટ-ટાઇમ સ્પિનર એડન માર્કરામ દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. સુંદરે ૯૨ બોલમાં બે ચોગ્ગા સહિત ૩૧ રન બનાવ્યા. ત્યારબાદ હાર્મરે કુલદીપ યાદવને આઉટ કરીને સ્કોર ૭/૭૭ કર્યો. અક્ષર પટેલે કેશવ મહારાજની ઓવરમાં બે છગ્ગા સહિત ૧૬ રન બનાવ્યા, પરંતુ તે જ ઓવરમાં બીજાે મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો. અક્ષર પછી તરત જ ભારતે મોહમ્મદ સિરાજને ગુમાવ્યો. શુભમન ગિલ બેટિંગ માટે ઉપલબ્ધ નહોતો અને ભારતીય ઇનિંગ્સ પડી ભાંગી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ૧૫૩ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ૧૨૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પ્રથમ ઇનિંગમાં ૨૦ રનની લીડ સાથે ભારતે ઓપનર યશસ્વી જયસ્વાલની વિકેટ એક પણ રન બનાવ્યા વિના ગુમાવી દીધી હતી. ત્યારે પાછળ પાછળ કેએલ રાહુલ પણ આઉટ થયો હતો. ફક્ત એક રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ વિકેટની લાઈન લાગી ગઈ અને દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી છે. સાઉથ આફ્રિકાના ૧૨૪ રનના કુલ સ્કોરને ડિફેન્ડ કરતી વખતે સિમોન હાર્મરે શાનદાર બોલિંગ કરી હતી. ચોથી ઇનિંગમાં હાર્મરે ૧૪ ઓવરમાં માત્ર ૨૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. હાર્મરે ધ્રુવ જુરે, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને આઉટ કર્યા હતા. ત્યારબાદ કેશવ મહારાજે પોતાની ૯મી ઓવરમાં અક્ષર પટેલ અને પછી મોહમ્મદ સિરાજને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની જીત પર મહોર લગાવી હતી. આ બે ઉપરાંત માર્કો જેનસેને નવા બોલથી શરૂઆતના બે બ્રેકથ્રુ આપ્યા. એડન માર્કરામે પણ એક વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટની ચોથી ઇનિંગમાં ભારતીય ટીમની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. ૧૨૪ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઇન્ડિયાના સાત બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. ઇનિંગમાં એક સમયે વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે ચોક્કસપણે ભારત માટે આશાઓ જગાવી હતી, પરંતુ તેઓ સ્પિન બોલિંગ માટે અનુકૂળ પીચ પર ટીમને જીત તરફ દોરી શક્યા નહીં. ટીમ ઇન્ડિયા માટે સુંદરે ૯૨ બોલમાં ૩૧ રન બનાવ્યા હતા. વધુમાં અક્ષરે ૧૭ બોલમાં ૨૬ રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. રવિન્દ્ર જાડેજાએ ૧૮ અને ધ્રુવ જુરેલે ૧૩ રન બનાવ્યા હતા.


