ભારતીય ન્યાય પ્રણાલી બુલડોઝર દ્વારા નહીં પરંતુ કાયદાના શાસન દ્વારા ચાલે છે : ચીફ જસ્ટીસ

ભારતીય ન્યાય પ્રણાલી બુલડોઝર દ્વારા નહીં પરંતુ કાયદાના શાસન દ્વારા ચાલે છે : ચીફ જસ્ટીસ

(એજન્સી)       મોરેશિયસ તા.૫:
ચીફ જસ્ટીસ બી. આર. ગવઈએ કહ્યું કે ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસન દ્વારા નહીં, પરંતુ કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે. મોરેશિયસમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે બુલડોઝર ન્યાયની નિંદા કરતા પોતાના ચુકાદાનો ઉલ્લેખ કર્યો.
કાયદાના શાસનના સિદ્ધાંત અને ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા તેના વ્યાપક અર્થઘટન પર પ્રકાશ પાડતા, ઝ્રત્નૈં ગવઈએ કહ્યું, આ ચુકાદાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસન દ્વારા નહીં પરંતુ કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે. જસ્ટિસ ગવઈ મોરેશિયસની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે છે. બુલડોઝર જાસ્ટિસ કેસમાં પોતાના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કથિત ગુનાઓના આરોપીઓના ઘરો તોડી પાડવાથી કાનૂની પ્રક્રિયાઓ બાયપાસ થાય છે, કાયદાના શાસનનું ઉલ્લંઘન થાય છે અને બંધારણની કલમ ૨૧ હેઠળ આશ્રયના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે.
ચીફ જસ્ટીસે કહ્યું કે એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે કારોબારી અન્ય કોઈ ભૂમિકા ભજવી શકતી નથી. તેમના સંબોધનમાં, મુખ્ય ન્યાયાધીશે ૧૯૭૩ના કેશવાનંદ ભારતી કેસ સહિત સુપ્રીમ કોર્ટના વિવિધ સીમાચિરૂપ ર્નિણયોનો ઉલ્લેખ કર્યો હતો.