સનાઈ તકાઈચી જાપાનના ઈતિહાસનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે
(એજન્સી) ટોકયો તા.૪
જાપાનને તેના પ્રથમ મહિલા વડાપ્રધાન મળવાના છે. શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (ન્ડ્ઢઁ) એ ભૂતપૂર્વ આર્થિક સુરક્ષા પ્રધાન સનાઈ તકાઈચીને તેના નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે.જાપાનમાં, બહુમતી પક્ષના વડા જ વડાપ્રધાન બને છે. તેથી, તે લગભગ નિશ્ચિત છે કે તે આગામી વડાપ્રધાન બનશે. ભૂતપૂર્વ વડાપ્રધાન જુનિચિરો કોઈઝુમીના પુત્રને હરાવીને તાકાચીએ ચૂંટણી જીતી. કોઈઝુમી હાલમાં દેશના કૃષિ પ્રધાન છે. સંસદ ટૂંક સમયમાં તાકાચીની વડાપ્રધાન તરીકે નિમણૂક પર મતદાન કરશે.


