અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડુ સક્રીય
(એજન્સી) પુણે, તા.૪:
આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) ના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર પર મોસમનું પહેલું ઉષ્ણકટિબંધીય વાવાઝોડું શુક્રવારે ચક્રવાતમાં પરિણમ્યું છે. હાલમાં ગુજરાતના દ્વારકાથી લગભગ ૨૫૦ કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત આ વાવાઝોડું શનિવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે તેવી ધારણા છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ભારતીય ભૂમિ પર તેની કોઈ ખાસ અસર થવાની શકયતા નથી, પરંતુ સપ્તાહના અંતે દરિયામાં તોફાની વાતાવરણ રહેવાની ધારણા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


