વેરાવળથી બાન્દ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે

ટિકિટોની બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ (ગુરૂવાર)થી શરૂ થશે

વેરાવળથી બાન્દ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે

વેરાવળ તા. રર
ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાન્દ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડે “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રઅતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગત નીચે મુજબ છે.
ટ્રેન નંબર ૦૯૦૧૮/૦૯૦૧૭ વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ  ટ્રેન નંબર ૦૯૦૧૭ બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશ્યલ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૬થી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી બપોરે ૧૪.૪૦ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૮.૦૫ કલાકે વેરાવળ પહોંચશે. 
આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી ૨૫ જાન્યુઆરી, ૦૧ ફેબ્રુઆરી, ૦૮ ફેબ્રુઆરી, ૧૫ ફેબ્રુઆરી અને ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર ૦૯૦૧૮ વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬થી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી દર સોમવારે વેરાવળથી સવારે ૧૧.૦૫ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે પ્રાત: ૦૪.૫૫ કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન વેરાવળથી ૨૬ જાન્યુઆરી, ૦૨ ફેબ્રુઆરી, ૦૯ ફેબ્રુઆરી, ૧૬ ફેબ્રુઆરી અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ચલાવવામાં આવશે.
આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંકશન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. 
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચો રહેશે. ટ્રેન નંબર ૦૯૦૧૮ અને ૦૯૦૧૭ માટે ટિકિટોની બુકિંગ ૨૨.૦૧.૨૦૨૬ (ગુરુવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www. enquiry.indianrail. gov.in વેબસાઇટ પર જઈને અવલોકન કરી શકે છે.