બે વર્ષથી નીચેના બાળકોને કફ સિરપ નહીં આપવા કેન્દ્રની એડવાઈઝરી
(એજન્સી) નવી દિલ્હી તા.૦૪
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક હેલ્થ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ નહીં આપવાની સલાહ આપવામાં આવી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી ૧૧ બાળકોના મૃત્યુના અહેવાલો બાદ સરકારે આ એડવાઇઝરી જાહેર કરી છે. આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે બંને રાજ્યોના બાળકોના મૃત્યુ સાથે જોડાયેલા કફ સિરપના નમૂનાઓમાં કિડનીને નુકસાન પહોંચાડતા કોઈ ઝેરી રસાયણો મળ્યા નથી. આરોગ્ય મંત્રાલય હેઠળ આવતા ડ્ઢય્ૐજીએ તેમની સલાહમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવી જોઈએ. જો આનાથી મોટી ઉંમરના બાળકોને કફ સિરપ આપવામાં આવે છે, તો તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.


