યુવાનોને નશાની આદતથી દુર રાખવા ખાસ ઝુંબેશજૂનાગઢ પોલીસ દ્વારા શહેરમાં ૧૦૦થી વધુ પાનનાં ગલ્લાં, મેડીકલ સ્ટોર પર વ્યાપક ચેકીંગ : પ્રતિબંધીત ચીજ વસ્તુઓનો જથ્થો મળી આવતા ૬ ગુના દાખલ

ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામા અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ

યુવાનોને નશાની આદતથી દુર રાખવા ખાસ ઝુંબેશજૂનાગઢ પોલીસ દ્વારા શહેરમાં ૧૦૦થી વધુ પાનનાં ગલ્લાં, મેડીકલ સ્ટોર પર વ્યાપક ચેકીંગ : પ્રતિબંધીત ચીજ વસ્તુઓનો જથ્થો મળી આવતા ૬ ગુના દાખલ

જૂનાગઢ તા. ૧૭
રાજયમાં યુવાનો દ્વારા નશા માટે ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થો અને વસ્તુઓ ઉપર ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા પ્રતિબંધ મુકતું જાહેરનામું ગઈકાલે જાહેર કરવામાં આવેલ છે. 
આ જાહેરનામા અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા શહેરમાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ૧૦૦થી વધારે પાનના ગલ્લા, મેડીકલ સ્ટોર ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.
ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ રાજયમાં યુવાનો દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતા ચરસ અને ગાંજાનાં સેવન માટે વપરાતી વસ્તુઓ જેવી કે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન અને પરફેકટ રોલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે જાહેરનામા અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા યુવાનોને નશાની આદતથી દુર રાખવાનાં હેતુસર ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૦૦થી વધુ પાનના ગલ્લા અને મેડીકલ સ્ટોર પર વ્યાપક ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. તેમજ આ તપાસ દરમ્યાન પ્રતિબંધીત વસ્તુઓનાં જથ્થા અંગે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પ્રતિબંધીત ચીજ વસ્તુઓનો જથ્થો મળી આવતા કુલ ૬ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. આ તકે જૂનાગઢ પોલીસ દ્વારા વેપારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં જાે કોઈ પ્રતિબંધીત ચીજ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.