સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વિશ્વ એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી

સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વિશ્વ એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૦
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ અંતર્ગત પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અંદાજિત ૨૫ પોસ્ટર મેડિકલ, ર્નસિંગ સ્ટુડન્ટ્સ તથા સ્ટાફ દ્વારા બનાવવામાં આવેલ હતા. વર્ગ એકથી ચારના તમામ સ્ટાફે એન્ટી માઇક્રોબીયલ દવાઓ ડોક્ટરના સૂચવ્યા મુજબ જ લેવાના તથા હોસ્પિટલ ખાતે ઇન્ફેક્શન પ્રિવેશન એન્ડ કંટ્રોલ અંતર્ગત કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરવાના શપથ લીધેલ હતા. આ ઉપરાંત ડોક્ટર્સ તથા ર્નસિંગ સ્ટાફ માટે એક 
વર્કશોપનું પણ આયોજન કરવામાં આવેલ હતું. તમામ લોકોને નમ્ર વિનંતી છે કે શરદી ઉધરસ જેવી તકલીફમાં પોતાની જાતે એન્ટિબાયોટિક દવાઓ લેવી નહીં શરીરમાં ઇન્ફેક્શન એટલે કે ચેપ ન લાગે તે માટે સાબુથી હાથ બરાબર ધોવા તમામ બાળકોને ઉંમર પ્રમાણે નિયમિત સમયે રસી અપાવવી, બીમારીના કિસ્સામાં ડોક્ટર દ્વારા જે એન્ટિબાયોટિક દવાઓ લખેલ હોય તે કોર્સ ચોક્કસ પણે પૂર્ણ કરવો. એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ આવવાથી બીમારીની સારવાર વધારે લાંબી, વધારે ખર્ચાળ બને છે તથા સાજા થવાની - રિકવરી આવવાની શક્યતા પણ ઘટે છે. વિશ્વ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ અંતર્ગત સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આખું અઠવાડિયું અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવનાર છે જેમાં પ્રિસક્રીપશન ઓડિટ, ઇન્ફેક્શન કંટ્રોલ ઓડિટ, આ ઉપરાંત શનિવારે જાગૃતિ માટે એક રેલીનું પણ આયોજન કરેલ છે.