ગિરનાર પર્વત પર મૂર્તિ ખંડીત કરી નિંદનીય કૃત્ય કરનારને તાત્કાલીક ઝડપી લઈ દાખલારૂપ સજા કરવા મુક્તાનંદબાપુની માંગણી

ધાર્મિક સ્થળોમાં કોઈ આવું કૃત્ય ન કરે તેવી કડક કાર્યવાહી કરો : પૂ. બાપુ

ગિરનાર પર્વત પર મૂર્તિ ખંડીત કરી નિંદનીય કૃત્ય કરનારને તાત્કાલીક ઝડપી લઈ દાખલારૂપ સજા કરવા મુક્તાનંદબાપુની માંગણી
Betindia

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૮
ગિરનાર પર્વતના ૬ર૦૦ પગથીયા ઉપર આવેલ ગોરખધુણા ગોરખનાથજીના દલીચની જગ્યામાં રવિવારે વહેલી સવારે ચાર અજાણ્યા શખ્સોએ જધન્ય્ કૃત્ય કરી અહીં બિરાજમાન નાથ સંપ્રદાયના આધિપત્ય દેવ ગોરખનાથજીની મૂર્તિને ઉખેડી શિરરછેદ કરી નીચે ખીણમાં નાખી ફેંકી દેતા સાધુ-સંતોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે અખિલ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અગ્નિ અખાડાના સભાપતિ પુ. મુકતાનંદ બાપુએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને તેઓએ જણાવ્યું હતું કે, આ મૂર્તિ ખંડીત કરી એ નિંદનીય કૃત્ય છે, આ ઘટનામાં સંડોવાયેલ ગુનેગારોને તાત્કાલીક પોલીસે પકડી આકરી સજા થાય તેવી કડક કાર્યવાહી કરી આવું ફરી કોઈ કૃત્ય ન કરે તેવો દાખલો બેસાડવો જાેઈએ. સરકારે પણ આ બાબતે ગંભીરતાથી લઈ આકરી સજા અને દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે ખાસ કાળજી લેવા જણાવેલ છે અને ભવિષ્યમાં પણ કોઈ ધાર્મિક સ્થળોમાં આવું કૃત્ય ન કરે તેવો તેને જાહેરમાં પાઠ ભણાવવો જાેઈએ. અંતમાં પુ. બાપુએ સરકાર અને તંત્રને પણ તાત્કાલીક જવાબદારોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.