રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમીત્તે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમીત્તે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
Aakash Institute

જૂનાગઢ તા. ર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ પ્રસંગે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ર જી ઓકટોબરનો દિવસ એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ છે. દર વર્ષે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ગાંધી જયંતિ નિમીત્તે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં ગાંધી જયંતિનાં અવસરે સામાજીક-સેવાકીય સંસ્થા, રાજકીય પક્ષ તેમજ મહાનુભાવો દ્વારા પૂ. ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલી, સુતરની આંટી અર્પણ કરી અને ભાવાંજલી આપવામાં આવી હતી. ભારત દેશને મહામુલી આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપનાર અને સત્ય તેમજ  અહિંસાનાં પૂજારી પૂ.મહાત્મા ગાંધીજીને ‘બાપુ’નાં હુલામણા નામે આપણે આદર આપીએ છીએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે આજે ઠેર-ઠેર ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી.