ઉપલા દાતાર દશેરાએ સીધના ધૂણે વિશ્વ શાંતિ અર્થે યજ્ઞ કરાયો અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં આજરોજ વિજયાદશમી દશેરા નિમિત્તે જગ્યાના મહંત શ્રીભીમ બાપુની નીસરા માં ઉપલા દાતાર ની ઉપર આવેલ નવનાથ સિદ્ધચ 84 ના અખંડ ધુણા ખાતે વિશ્વ શાંતિ માટે એક યજ્ઞનું કરાયો હતો. આજે વરસાદી વાતાવરણમાં પણ ભાવિકોએ સીધના ધુણે જઈ અને યજ્ઞમાં આહુતિ આપી હતી અને ધન્ય બન્યા હતા.જયારેઉપલાદાતારની જગ્યા ખાતે પૂજ્ય ભીમ બાપુ દ્વારા શસ્ત્રનું પૂજન કરાયું હતું જેમાં જગ્યા ખાતે બંદોબસ્તમાં રહેલા એસઆરપી ના જવાનોએ પણ પોતાના હથિયારોની પૂજા કરી અને શસ્ત્ર પૂજન કર્યું હતું. ત્યારબાદ ભાવિકો માટે દશેરા નિમિત્તે વિશેષ મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરી હતી આમ આટલી ઊંચાઈ ઉપર આવેલી આ ધાર્મિક જગ્યામાં દશેરા પર્વ ધામધૂમથી ઉજવાયું હતું અને ભાવિકોએ વરસતા વરસાદમાં પણ આનંદ લીધો હતો



