સોનાના ભાવોએ ઈતિહાસ રચ્યો ૧૦ ગ્રામનાં રૂા. ૧,રપ,૩પ૦
મુંબઈ તા.૮
સોના-ચાંદીની પુરપાટ-રેકોર્ડબ્રેક તેજી અટકવાનુ નામ લેતી ન હોય તેમ આજે વધુ ઉછાળા સાથે ફરી નવો રેકોર્ડ સર્જાયો છે. વિશ્વબજારમાં પ્રથમ વખત સોનાનો ભાવ ૪૦૦૦ ડોલરને આંબી ગયો છે. ભારતમાં પણ ભાવ સવા લાખને પાર થયો હતો. રાજકોટમાં આજે હાજર સોનુ વધુ ૧૯૦૦ રૂપિયાના ઉછાળાથી ૧૨૫૩૫૦ થયુ હતું. પ્રથમવાર સવા લાખની સપાટીને પાર થયુ હતું. વિશ્વબજારમાં પણ ઈતિહાસ રચાયો હતો અને પ્રથમવાર ૪૦૦૦ ડોલરની સપાટી વટાવીને ૪૦૧૬ ડોલરના સ્તરે પહોંચ્યુ હતું. કોમોડીટી એકસચેંજમાં ભાવ ૧.૨૨ લાખને વટાવી ગયો હતો. ચાંદીનો ભાવ ગઈરાત્રે ગગડયા બાદ આજે ફરી તેજીના પાટે ચડી ગયો હતો. રાજકોટમાં હાજર ચાંદી ૧૫૪૫૦૦ હતી. વિશ્વબજારમાં ભાવ ૪૮.૪૦ ડોલર તથા કોમોડીટી એકસચેંજમાં ૧૪૭૩૯૫ હતો. સોના-ચાંદીના ભાવ કેટલાંક વખતથી સતત વધી જ રહ્યા છે અને હવે નવો ઈતિહાસ રચ્યો છે.


