સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો આજે સમાપ્ત : ૯ માર્ચથી બીજા તબક્કાનો પ્રારંભ

સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો આજે સમાપ્ત : ૯ માર્ચથી બીજા તબક્કાનો પ્રારંભ

 (એજન્સી)                                                         નવી દિલ્હી તા.૧૩
સંસદના વર્તમાન બજેટ સત્રનો આજે ૧૩મો દિવસ છે. આજે સત્રના પહેલા તબક્કાનો છેલ્લો દિવસ પણ છે. બજેટ સત્રનો બીજો તબક્કો આગામી તા. ૯ માર્ચથી શરૂ થશે, જે તા.૨ એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રના પ્રથમ તબક્કામાં શાસક અને વિપક્ષ વચ્ચે ભારે ધમાસાણ સર્જાયેલું રહ્યું હતું. અને બીજા તબક્કામાં પણ તેનું પુનરાવર્તન થવાની શકયતા છે.