આપણે આંખ બંધ કરીને દોડી શકીએ નહીં, જે પણ જરૂરી હોય તે કરવુ જાેઈએ : મોહન ભાગવત

આપણે આંખ બંધ કરીને દોડી શકીએ નહીં, જે પણ જરૂરી હોય તે કરવુ જાેઈએ : મોહન ભાગવત
HINDUSTAN

(એજન્સી)    નવી દિલ્હી, તા.૨૨
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ અને H-1B વિઝા ફીમાં વધારા પર કહ્યું કે, ‘ભારતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જે પણ જરૂરી હોય તે કરવું જોઈએ, પરંતુ આપણે આંખ બંધ કરીને દોડી શકીએ નહીં.‘
ભાગવતે કહ્યું, "આજે ભારત અને અન્ય દેશો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે છેલ્લા ૨,૦૦૦ વર્ષોમાં અપનાવવામાં આવેલી એક સિસ્ટમનું પરિણામ છે, જે વિકાસ અને ખુશીના ખંડિત દ્રષ્ટિકોણ પર આધારિત છે. તેથી, આપણે આપણો પોતાનો માર્ગ નક્કી કરવો જોઈએ." RSSના વડાએ કહ્યું કે આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધીશું, પરંતુ ભવિષ્યમાં ક્યારેક ફરી આવી જ પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડશે. કારણ કે આ ખંડિત દ્રષ્ટિ હંમેશા ‘હું અને બાકીની દુનિયા‘ અથવા ‘આપણે અને તેઓ‘ વિશે વિચાર ધરાવે છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે, ભારતે વિકાસ અને પ્રગતિના શાશ્વત દ્રષ્ટિકોણને અનુસરીને પોતાનો માર્ગ નક્કી કરવાનું શરૂ કરવું જોઈએ. ભાગવતે રવિવારે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી હતી.