દિલ્હીના ઘણા વિસ્તારોમાં યમુનાના પાણી ઘુસી ગયા
(એજન્સી) નવી દિલ્હી તા.૬:
આજે પણ દિલ્હીમાં યમુના નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
પ્રવર્તે છે જેમાં મઠ બજાર,
યમુના બજાર, વાસુદેવ ઘાટ,
નિગમ બોધ ઘાટ, મયુર વિહાર
અને કાશ્મીરી ગેટનો સમાવેશ
થાય છે. શુક્રવારે સિવિલ લાઇન્સમાં આવેલા સ્વામિનારાયણ
મંદિર સંકુલમાં ૫ાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.
ઉત્તર પ્રદેશના મથુરામાં યમુનાનું પાણી ૨૦થી વધુ કોલોનીઓમાં ઘૂસી ગયું છે.
યમુનાનું પાણી આગ્રામાં તાજમહેલ સુધી પહોંચી ગયું છે. તેની પાછળ બનેલો પાર્ક ડૂબી ગયો છે. આગ્રામાં પડી રહેલા ભારે વરસાદને કારણે
૫૦થી વધુ માર્ગો પર ૪ ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા છે.
જેના કારણે બાઇક અને કાર ડૂબી ગઈ હતી.


