બોગસ સીમકાર્ડ સામે સરકારની કડક કાર્યવાહી : પ્રતિદિન ૬૮૦૦૦ નંબર બંધ

બોગસ સીમકાર્ડ સામે સરકારની કડક કાર્યવાહી : પ્રતિદિન ૬૮૦૦૦ નંબર બંધ
Wise

(એજન્સી)  નવી દિલ્હી તા.ર૪: 
ગેરરીતિ આચરી બીજાના નામે સિમકાર્ડ લેનારાઓ પર સરકાર કડક બની છે. દુરસંચાર વિભાગ આવા લગભગ ૬૮ હજાર મોબાઈલ દરરોજ બંધ કરી રહ્યો છે. ગત ત્રણ મહિનામાં આવા ૬૧ લાખથી વધુ સિમકાર્ડ બંધ કરવામાં આવ્યા છે. આવા નંબરોથી છેતરપીંડીને અંજામ આપવામાં આવી રહ્યા છે.વિભાગના અનુસાર આવા ૪૧.૧૪ લાખ કેસની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આ નંબરોને કાયમી રીતે બંધ કરી દેવામાં આવશે. દૂરસંચાર વિભાગને પોર્ટલ અને એપના માધ્યમથી ૨.૪૮ કરોડથી વધુ ફરિયાદો મળી છે. આમાંથી ૬૨ લાખ ૩૯ હજાર ૭૦૦થી વધુ ફરિયાદો જુલાઈથી અત્યાર સુધી નોંધવામાં આવી છે. તેમાંથી લગભગ ૬૧.૩૦ લાખ નંબરને બંધ કરી દેવામાં આવ્યા છે.