થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પડયો મસમોટો ભુવો.
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં અચાનક જ મસમોટો ભૂવો પડ્યો અને આખી જમીન સમાઈ જતા 50 મીટર જેટલો ઊંચો ખાડો પડી ગયો છે. આ ભૂવામાં ત્રણ વાહનોને નુકસાન થયું છે અને બાજુમાં રહેલ વીજળીના થાંભલામાં ભડાકા થયા હતા. આ સાથે જ આજુબાજુની બિલ્ડીંગ અને વજીરા હોસ્પિટલને તત્કાલ ખાલી કરાવવામાં આવી હતી. સ્થાનિક અધિકારીના કહેવા મુજબ ભૂગર્ભ રેલ્વે સ્ટેશનનું કામ ચાલી રહ્યું જેના કરને આ ઘટના ઘટી હતી.


