ટ્રમ્પના એક આદેશથી અફરાતફરી મચી ગઈ : ભારતથી અમેરીકા જવાનું ઈકોનોમીક કલાસનું ભાડુ રૂા.ર.૮૦ લાખ !
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને H1-B વિઝાના નિયમો બદલી દીધા. હવે H1-B વિઝા માટે ડોલર૧૦૦,૦૦૦ ફી ચૂકવવી પડશે. આ અચાનક થયેલા જાહેરાત પછી ભારતમાં હાજર H1-B વિઝા ધારકોમાં હડકંપ મચી ગયો છે અને તેઓ જલ્દીથી જલ્દી અમેરિકા પાછા જવા માટે ફલાઇટ ટિકિટ બુક કરાવવા લાગ્યા. ટિકિટોની અચાનક વધેલી માંગને કારણે હવાઈ ભાડું પણ આસમાને પહોંચી ગયું. સામાન્ય દિવસોમાં ૪૦૦૦૦ થી ૮૦૦૦૦ રૂપિયામાં મળતી ઇકોનોમી ક્લાસ ટિકિટનો ભાવ વધીને ૨.૮ લાખ સુધી પહોંચી ગયો છે. ટ્રાવેલ એજન્ટ્સનું કહેવું છે કે એર ઇન્ડિયા, યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સની તમામ નોનસ્ટોપ ફલાઇટ્સ લગભગ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે.


