જીએસટી નાબુદી થતાં વિમા કંપનીઓ આડકતરી રીતે પ્રિમીયમ વધારી રહી છે

જીએસટી નાબુદી થતાં વિમા કંપનીઓ આડકતરી રીતે પ્રિમીયમ વધારી રહી છે

નવીદિલ્હી, તા.૧૯
દેશમાં આરોગ્ય અને જીવન વિમાના પ્રીમીયમ પર જીએસટી દુર કર્યા બાદ લોકોને કામચલાઉ રાહત મળી છે. પરંતુ વિમા કંપનીઓ દ્વારા એક અથવા બીજા બહાને પ્રીમીયમમાં વધારો પણ કરવામાં આવી રહ્યો છે. તથા હોસ્પીટલોમાં પણ સારવાર સહિતના ખર્ચાઓ વધી રહ્યા છે. તે સમયે કેન્દ્ર સરકારે હવે વિમા રેગ્યુલેટરી, 
વિમા કંપનીઓ તથા હોસ્પીટલ ગ્રુપ સાથે વધતા જતા મેડીકલ ખર્ચ અને તેમાં જે રીતે વિમા કંપનીઓ કલેઈમ નિશ્ચિત કરવામાં પણ અલગ અલગ પધ્ધતિઓ અપનાવે છે. તેના બદલે એક સમાન સિસ્ટમ દાખલ કરવા માટે વિચારણા શરૂ કરી છે. ખાસ કરીને એક તરફ આ પ્રકારના વિમા પ્રીમીયમ પર એક મર્યાદા મૂકવી, એજન્ટોના કમીશનો પણ મર્યાદીત કરવા ઉપરાંત વિમા કંપનીઓ જે પ્રકારે અનેક વખત છુપી 
કલમોથી આખરી ઘડીએ વિમાની 
રકમ અથવા તો તેનો ચોકકસ ખર્ચ ચૂકવવાનો ઈન્કાર કરે છે.