5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ

5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના
રોજ શિક્ષક દિવસ ઉજવાય છે. દરેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનુ સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય
છે.એટલુ મહત્વપૂર્ણ કે તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. શિક્ષક દિવસના દિવસે શાળા
કોલેજોમાં વિશેષ કાર્યક્રમ આયોજીત થાય છે. જેમા સ્ટુડેટ્સ ટીચર્સ પર સ્પીચ આપે છે. આ દિવસ
શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરવાનો દિવસ હોય છે.આ ટીચર્સ ડે પર જો તમે ભાષણ
આપવાના છો તો તમે આ રીતે ભાષણ આપી શકે છે.બધા શિક્ષક અને શિક્ષિકાઓ અને મારા મિત્રોને
મારા નમસ્કાર. આજે શિક્ષક દિવસ છે. હુ તમને સર્વને આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપુ છુ.
શિક્ષક આપણા જીવનના સ્તંભ હોય છે. તે પોતાનો સમય આપીને આપણા જીવનને બનાવે છે અને
આગળ વધારે છે. શિક્ષક શિક્ષણ આપવા ઉપરાંત સારી સારી વાતો પણ શિખવાડે છે. જીવન જીવવાને
લઈને અનેક પ્રોત્સાહિત વાતો પણ બતાવે છે.આ દિવસ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને
27 વાર નોબેલ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યા હતા.1954 માં તેમને ભારત રત્નથી સન્માનિત
કરવામાં આવ્યા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા
બતાવી હતી. તેથી આ દિવસને ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે.શિક્ષક આપણા સમાજનુ
નિર્માણ કરે છે. બીજી બાજુ તે આપણા માર્ગદર્શક હોય છે. શિક્ષકનુ સ્થાન માતા પિતાથી પણ ઉંચુ હોય
છે. માતા પિતા બાળકોને જન્મ જરૂર આપે છે પણ શિક્ષક તેમના ચરિત્રને આકાર આપીને ઉજ્જવલ
ભવિષ્યનો પાયો તૈયાર કરે છે. તેથી આપણે ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જઈએ આપણે આપણા
શિક્ષકોને ક્યારેય ન ભુલવુ જોઈએ.
વિશ્વાસ કરો આપણે જીવનના દરેક મુશ્કેલ અને સારી ક્ષણ પર ટીચર્સની શિખવાડેલી વાતો યાદ આવતી
રહેશે.એક કુંભાર જેવી રીતે માટીના વાસણને દિશા આપે છે એમ જ ટીચર્સ આપણા જીવનને બનાવે
છે.ટીચર્સ જ આપણી પ્રેરણાના સ્ત્રોત છે જે આપણને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

ગુમનામીના અંધારામાં હતો.. તમે ઓળખ બનાવી દીધી
જીવનની દરેક મુશ્કેલ અને ગુંચવણને સરળ બનાવી દીધી
ગુરૂની કૃપાએ મને એક સારો માણસ બનાવી દીધો
શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ..

આજે શિક્ષક દિવસ
શિક્ષક દિવસ એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. રશ સર્વપલ્લી રાધાકૃષ્ણનની
જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેઓ એક મહાન ફિફ્લોસોફર અને વિદ્વાન હતા. તેમને ૧૯૫૪માં ભારત
રત્ન, ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અને ૧૯૬૩માં બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરિટનું માનદ સભ્યપદ એનાયત
કરવામાં આવ્યું હતું. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ મદ્રાસ પ્રેસિડેન્સીમાં થયો
હતો. પ્રખ્યાત શિક્ષક ડૉ. રાધાકૃષ્ણને કલકત્તા યુનિવર્સિટી અને ઑક્સફર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં
પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેઓ એક વિખ્યાત લેખક પણ હતા અને યુ.એસ. અને યુરોપમાં તેમના પ્રવચનો

દ્વારા આંતરસાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે ડૉ. રાધાકૃષ્ણન ૧૯૬૨માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા,
ત્યારે ૫ સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવવાની વિનંતી સાથે થોડા વિદ્યાર્થીઓએ તેમની મુલાકાત લીધી હતી. જો
કે, તેમણે સૂચન કર્યું કે વિદ્યાર્થીઓ આ દિવસ શિક્ષકોને સમર્પિત કરે. આમ ભારતમાં ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે
મનાવવાની શરૂઆત થઈ.