આજે બિહાર વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરાશે
ચૂંટણી પંચે સાંજે ૪ કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી
(એજન્સી) નવી દિલ્હી તા.૬
ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. આજે સાંજે ૪ વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થશે.
ચૂંટણી પ્રક્રિયા ૨૨ નવેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવી આવશ્યક છે. બધા પક્ષોએ ચૂંટણી પંચને છઠ પછી મતદાન કરાવવા વિનંતી કરી છે. રાજ્યમાં મતદાન બે તબક્કામાં યોજાઈ શકે છે. બિહારમાં ૨૪૩ વિધાનસભા બેઠકો છે. ચૂંટણી પંચે છેલ્લા બે દિવસમાં બિહારની મુલાકાત લીધી છે અને તમામ રાજકીય પક્ષો સાથે બેઠકો કરી છે. ત્યારબાદ આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. બિહાર વિધાનસભાનો કાર્યકાળ ૨૨ નવેમ્બરના રોજ પુર્ણ થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે ચૂંટણીઓ આ સમયમર્યાદા પહેલાં યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થશે. બિહાર ચૂંટણી પહેલા જીૈંઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ઘણો હોબાળો થયો હતો.


