વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ પર ભીષણ હિમવર્ષા : ૧૦૦૦ પર્વતારોહકો ફસાયા
(એજન્સી) નવી દિલ્હી તા.૬
તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ઢાળ નજીક હજારોની સંખ્યામાં ટ્રેકર્સ શક્તિશાળી બરફના તોફાનમાં ફસાયા છે. ચીનના સરકારી મીડિયાએ માહિતી આપી કે, બચાવ ટીમોએ તેમાંથી લગભગ ૩૫૦ જેટલા ટ્રેકર્સને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દીધા છે.૪૯૦૦ મીટરથી પણ ઉંચા વિસ્તારમાં ભયાનક હિમવર્ષાથી માર્ગો સંપૂર્ણ બંધ થઈ ગયા છે.
સામાન્ય રીતે, હિમાલયન ક્ષેત્રમાં આ સિઝનમાં બરફનું તોફાન આવવું એ અસામાન્ય અને દુર્લભ ઘટના છે. એવરેસ્ટ ટ્રેકિંગ માટે આ સમયને સૌથી યોગ્ય માનવામાં આવે છે. જોકે, આ વખતે કમોસમી બરફવર્ષા શરૂ થતાં ટ્રેકિંગની પ્રવૃત્તિઓમાં મોટી અડચણ ઊભી થઈ છે અને મોટા પાયે તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરવાની ફરજ પડી છે.


