જયપુરની સવાઈ માનસીંહ હોસ્પિટલમાં પ્રચંડ આગ ફાટી નીકળતા ૮ દર્દીઓના કરૂણ મોત

જયપુરની સવાઈ માનસીંહ હોસ્પિટલમાં પ્રચંડ આગ ફાટી નીકળતા ૮ દર્દીઓના કરૂણ મોત

(એજન્સી)           જયપુર તા.૦૬
જયપુરમાં સવાઈ માનસિંહ (જીસ્જી) હોસ્પિટલના ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત આઠ દર્દીઓના મોત થયા હતા.
ટ્રોમા સેન્ટરના ન્યુરો આઈસીયુ વોર્ડના સ્ટોરરૂમમાં રાત્રે ૧૧:૨૦ વાગ્યે આગ લાગી હતી, જ્યાં પેપર્સ, આઈસીયુનાં સાધનો અને બ્લડ સેમ્પલર ટ્યુબ રાખવામાં આવી હતી,
ટ્રોમા સેન્ટરના નોડલ ઓફિસર અને સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે આગ શોર્ટ સકિર્ટને કારણે લાગી હોવાની શંકા છે. અકસ્માત સમયે, ૈંઝ્રેંમાં ૧૧ દર્દીઓ હતા અને બાજુના ૈંઝ્રેંમાં ૧૩ દર્દીઓ હતા.
ફાયર વિભાગના કર્મચારી અવધેશ પાંડેએ જણાવ્યું હતું કે એલાર્મ વાગતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આખો વોર્ડ ધુમાડાથી ભરાઈ ગયો હતો. અંદર જવાનો કોઈ રસ્તો નહોતો. તેથી, બિલ્ડિંગની બીજી બાજુથી બારીના કાચ દૂર કરવામાં આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આગને કાબુમાં લેવામાં એકથી દોઢ કલાકનો સમય લાગ્યો હતો. બધા દર્દીઓ, તેમના પલંગ સહિત, બહાર શેરીમાં ખસેડવામાં આવ્યા હતા.