સરકાર પીએફ માટેના પગાર નિયમોમાં ફેરફાર કરશે

સરકાર પીએફ માટેના પગાર નિયમોમાં ફેરફાર કરશે

(એજન્સી)      નવી દિલ્હી તા.૨૧:
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈઁર્હ્લં) તેના નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં, ઈઁહ્લ અને ઈઁજી માં ફરજિયાત નોંધણી માટે પગાર મર્યાદા રૂા.૧૫,૦૦૦ પ્રતિ માસ છે. સરકાર હવે તેને વધારીને રૂા.૨૫,૦૦૦ કરવાનું વિચારી રહી છે. જો આવું થાય, તો દેશના ૧ કરોડથી વધુ કર્મચારીઓ પેન્શન અને ભવિષ્ય નિધિ લાભ મેળવી શકશે. પગાર મર્યાદા છેલ્લે ૨૦૧૪ માં રૂા.૬,૫૦૦ થી વધારીને રૂા.૧૫,૦૦૦ કરવામાં આવી હતી. હાલના નિયમો અનુસાર, રૂા.૧૫,૦૦૦ સુધીનો મૂળભૂત પગાર મેળવતા કર્મચારીઓએ ઈઁહ્લ અને છર્ઝ્રં માં નોંધણી કરાવવી જરૂરી છે.