બેંકો, નાણાકીય સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બ્રોકરો ૧૬૦૦ નંબરથી શરૂ થતા ફોન પરથી જ કોલ કરી શકશે

નાણાકીય છેતરપીંડી રોકવા સરકારના પ્રયાસો

બેંકો, નાણાકીય સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બ્રોકરો ૧૬૦૦ નંબરથી શરૂ થતા ફોન પરથી જ કોલ કરી શકશે

(એજન્સી)            મુંબઈ,તા.૨૦
નાણાંકીય ફ્રોડ તથા લોકોને પરેશાન કરતા માર્કેટીંગ કોલ્સ રોકવા માટે સરકાર એક પછી એક પ્રયાસો કરી જ રહી છે. ટેલીકોમ રેગ્યૂલેટર ટ્રાઈએ જાહેર કર્યું છે કે ૧ જાન્યુઆરીથી બેંકો, બીન સરકારી નાણાં સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડ જેવી સંસ્થાઓ તરફથી ગ્રાહકોને થતા ફોન ૧૬૦૦ નંબરથી જ શરૂ થશે.
ટ્રાઈએ સ્પષ્ટ કર્યુ હતું કે, સરકારી-ખાનગી તથા વિદેશી બેંકોએ ૧ જાન્યુઆરીથી આ નિયમનું પાલન કરવુ પડશે.ટેલીકોમ વિભાગ દ્વારા બેંક-નાણા સંસ્થાઓ માટે ૧૬૦૦ થી શરૂ થતા નંબરની ખાસ ફાળવણી કરી દેવામાં આવી છે.
૧૬૦૦ થી શરૂ થતાં નંબર પરથી ફોન આવે તો તે સાચા હોવાનો ગ્રાહકોને ભરોસો થશે. મ્યુચ્યૂઅલ ફંડો તથા એસેટ મેનેજમેન્ટ કંપનીઓને ૧૬૦૦ નંબર પરથી ફોનકોલની ગોઠવણ કરવા 
૧૫ ફેબ્રુઆરીની મુદત આપવામાં આવી છે.
શેરબ્રોકર કંપનીઓને ૧૫ માર્ચની મુદત અપાઈ છે. નાની બેંકો માટે ૧ ફેબ્રુઆરી તથા સહકારી બેંકો નાની સંસ્થાઓને ૧ માર્ચની મહેતલ આપવામાં આવી છે.