લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ ગુજરાતમાં પણ અનેક ગુનામાં વોન્ટેડ

લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ ગુજરાતમાં પણ અનેક ગુનામાં વોન્ટેડ

(એજન્સી)    નવી દિલ્હી,તા.૨૦: 
દેશની સૌથી મોટી ઓર્ગેનાઈઝ્ડ લોરેન્સ બિશ્નોઇ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઇને અમેરિકા સરકારે ડિપોર્ટ કરી દીધો છે. હાલ અનમોલની કસ્ટડી દિલ્હીમાં કેન્દ્રીય એજન્સી  દ્વારા લઈને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બિશ્નોઇ ગેંગના અનમોલ અને ગોલ્ડી બરાર ગુજરાતના પણ ઘણા ગુનામાં વોન્ટેડ છે. જેને પગલે સેન્ટ્રલ એજન્સીઓની તપાસ પૂરી થાય પછી અનમોલને ગુજરાતમાં પણ તપાસ માટે લાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. લોરેન્સ બિશ્નોઇ ઘણા લાંબા સમયથી અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં બંધ છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવેલા ડ્રગ્સ કન્સાઈન્મેન્ટના ઘણા કેસોમાં અનમોલ અને ગોલ્ડી વોન્ટેડ છે.