કર્ણાટકમાં શ્વાન કરડવાથી મૃત્યુ થાય તો રૂા.પ લાખનુ વળતર મળશે

કર્ણાટકમાં શ્વાન કરડવાથી મૃત્યુ થાય તો રૂા.પ લાખનુ વળતર મળશે

(એજન્સી)       બેંગલુરુ તા.ર૦:
કર્ણાટકમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે રાજ્ય સરકારે માનવતાના ધોરણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કર્ણાટક સરકાર દ્વારા લેવાયેલા ર્નિણય મુજબ, રાજ્યમાં જો કોઈ વ્યક્તિનું રખડતા શ્વાન કરડવાથી કરુણ મૃત્યુ થાય, તો મૃતકના પરિવારજનોને સરકાર તરફથી ૫ાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.  આ ર્નિણય રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રખડતા ઢોર અને શ્વાનોની સમસ્યાના ઉકેલ માટે સરકાર કટિબદ્ધ છે, પરંતુ દુર્ઘટનાના કિસ્સામાં પીડિત પરિવારને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ વળતર નીતિ જાહેર કરવામાં આવી છે. મૃત્યુના કિસ્સા ઉપરાંત, શ્વાન કરડવાથી થતી ઈજાઓ માટે પણ કર્ણાટક સરકારે વળતરના નિયમો જાહેર કર્યા છે. નવી જાહેરાત મુજબ, જો કોઈ વ્યક્તિને રખડતું શ્વાન કરડે અને ત્વચા પર ઘા થાય અથવા શ્વાન અનેક વાર બચકાં ભરે, તો કુલ ૫૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે.