સાઉદી અરેબીયાએ યમન પર હવાઈ હુમલો કર્યો : ર૦ના મોત

સાઉદી અરેબીયાએ યમન પર હવાઈ હુમલો કર્યો : ર૦ના મોત

(એજન્સી)              એડન તા.૩:
સાઉદી અમીરાત (ેંછઈ) સર્મથિત સધર્ન ટ્રાન્ઝિશન કાઉન્સિલ (જી્ઝ્ર) ને નિશાન બનાવીને શુક્રવારે યમનમાં મોટા હવાઈ હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ૨૦ અલગતાવાદી લડવૈયાઓ માર્યા ગયા. આ હુમલો ેંછઈ દ્વારા યમનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કર્યાના બે દિવસ પછી જ થયો છે. અગાઉ, સાઉદી અરેબિયાએ ેંછઈને પાછા ખેંચવા માટે ૨૪ કલાકનો સમય આપ્યો હતો. છહ્લઁ ન્યૂઝ એજન્સીએ એક અલગતાવાદી નેતાને ટાંકીને કહ્યું હતું કે દક્ષિણ યમનમાં સાઉદી લડાકુ વિમાનોએ જી્ઝ્ર દળો પર હુમલો કર્યો હતો. જી્ઝ્ર દળના એક અધિકારીએ છહ્લઁને જણાવ્યું હતું કે સાઉદી યુદ્ધવિમાનોએ અલ-ખાશા અને સેયુનમાં લશ્કરી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. ેંછઈ સર્મથિત જૂથના એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે હવાઈ હુમલામાં ૨૦ યમનના અલગતાવાદી લડવૈયાઓ માર્યા ગયા હતા. જી્ઝ્ર ના એક સૂત્રએ જણાવ્યું હતું કે શુક્રવારે હદ્રામૌત શહેરના સેયુનમાં એરપોર્ટ અને લશ્કરી થાણા પર હુમલો 
કરવામાં આવ્યો હતો. આ હુમલાઓએ એરપોર્ટ 
કામગીરીમાં પણ વિક્ષેપ પાડ્યો છે. ૨૪ કલાકથી વધુ સમય સુધી કોઈ વિમાન એડન એરપોર્ટ પરથી ઉતર્યું નથી કે ઉડાન ભરી નથી.
આ હવાઈ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે સાઉદી સર્મથિત દળોએ હદ્રામૌતમાં લશ્કરી થાણા કબજે કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. જી્ઝ્ર એ 
ડિસેમ્બર ૨૦૨૫ ની શરૂઆતમાં લગભગ બધા હદ્રામૌત અને 
માહરા પ્રાંતો પર કબજો જમાવ્યો, અને તેલ સુવિધાઓ પર પણ નિયંત્રણ મેળવ્યું.