મંદિરોમાં પ્રસાદ દ્વારા તબાહીનું તાંડવ મચાવવાના ભયાનક ઈરાદા હતા
ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓની સ્ફોટક કબુલાત
(એજન્સી) લખનૌ, તા.૧૩:
ગુજરાતના આતંકવાદ વિરોધી ટુકડી (છ્જી) દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલા ડોક્ટર મોહીઉદ્દીન, લખીમપુર ખીરીના સોહેલ અને શામલીના આઝાદ સૈફીએ કબૂલાત કરી હતી કે તેઓ પ્રસાદ દ્વારા નવી દિલ્હી, લખનૌ અને અમદાવાદના મુખ્ય મંદિરોમાં આવતા ભક્તોને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. પ્રસાદમાં ઘાતક રસાયણ ‘રિસિન‘ ભેળવીને મોટા પાયે લોકોને મારવાની યોજના હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓ અફઘાનિસ્તાનમાં સ્થિત તેમના હેન્ડલર અબુ ખાદીજા સાથે સીધા સંપર્કમાં હતા. તેમના મોબાઇલ ફોનમાંથી રિસિન બનાવવા, મંદિરોની જાસૂસી, ફોટોગ્રાફ્સ અને વીડિયો કેવી રીતે બનાવાયા તેની વિગતવાર માહિતી મળી આવી હતી. ધરપકડ દરમિયાન, આરોપીઓ પાસેથી ખતરનાક રાસાયણિક રિસિનનો સ્ટોક પણ જપ્ત કરવામાં આવ્યો છે, જે જૈવિક હથિયારની શ્રેણીમાં આવે છે.
પૂછપરછ દરમિયાન, સોહેલ અને આઝાદે ખુલાસો કર્યો કે તેઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં લખનૌના હનુમાન સેતુ મંદિર, અમદાવાદના જગન્નાથ મંદિર અને દિલ્હીના અનેક મુખ્ય ધામિર્ક સ્થળોની રેકી કરી હતી. યોજના મંદિરોમાં વહેંચાતા પ્રસાદમાં રિસિન ભેળવીને ભક્તોને ખવડાવવાની હતી. રિસિનની થોડી માત્રા પણ વ્યક્તિને મારી શકે છે - તે એરંડામાંથી કાઢવામાં આવેલું અત્યંત ઘાતક ઝેર છે.


