આતંકવાદી ઉમરે જ દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો : ડ્ઢદ્ગછ મેચ થયા

આતંકવાદી ઉમરે જ દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો : ડ્ઢદ્ગછ મેચ થયા

એજન્સી)     નવી દિલ્હી તા.૧૩: 
દિલ્હી બ્લાસ્ટમાં એક મોટો ખુલાસો થયો છે. લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ દરમિયાન કારમાં બેઠેલી વ્યક્તિ આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ હતી. ડીએનએ ટેસ્ટમાં આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ અને તેની માતાના નમૂનાઓ ૧૦૦ ટકા મેચ થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બ્લાસ્ટમાં આતંકવાદી ઉમર મોહમ્મદનો નાશ થયો હતો. બ્લાસ્ટ પછી, કારમાંથી ઉમર મોહમ્મદના શરીરના કેટલાક બળેલા ટુકડા મળી આવ્યા હતા. તેનાથી તપાસ એજન્સીઓ માટે આતંકવાદી ઉમર મોહમ્મદની ઓળખ સ્થાપિત કરવી મુશ્કેલ બની ગઈ હતી. 
ડૉ. ઉમરનો ડ્ઢદ્ગછ તેની માતાના ડ્ઢદ્ગછ સાથે મેચ થઈ ગયો. તપાસ ટીમોને કારમાંથી ઉમરના દાંત, હાડકાં, લોહી લાગેલા કપડાંના ટુકડા અને પગનો ભાગ મળ્યો હતો, જે સ્ટિયરિંગ વ્હીલ અને એક્સિલરેટરની વચ્ચે 
ફસાયેલો હતો.
આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બ્લાસ્ટના સમયે કારમાં ડૉ. ઉમર હાજર હતો. નવેમ્બર ૧૦ના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે થયેલા બ્લાસ્ટમાં ૧૩ લોકો માર્યા ગયા છે. એક ઘાયલ વ્યક્તિનું મૃત્યુ આજે સવારે નિપજયું હતું.
અહેવાલ મુજબ, આરોપી ઉમર અને મુઝમ્મિલની ડાયરીઓ મળી આવી છે. ડાયરીઓમાં ૮ નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધીની તારીખો હતી. ડાયરીઓમાં આશરે ૨૫ લોકોના નામ હતા, જે બધા ફરીદાબાદ અને 
જમ્મુ-કાશ્મીરના રહેવાસી હતા.