દેશમાં અનુસૂચિત જનજાતી વિરૂધ્ધના ગુનાઓમાં ર૯ ટકાનો વધારો
(એજન્સી) નવી દિલ્હી તા.૩૦:
આઝાદીના ૭૮ વર્ષ પછી પણ દેશના સૌથી વધુ પીડિત સમુદાયો વિરુદ્ધ ગુનાઓમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, પરંતુ તે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરો (દ્ગઝ્રઇમ્) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. દ્ગઝ્રઇમ્ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, દેશભરમાં અનુસૂચિત જનજાતિ (જી્) સમુદાયો વિરુદ્ધ ગુનાઓમાં આશરે ૨૯%નો વધારો થયો છે. દ્ગઝ્રઇમ્ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૩ ની સરખામણીમાં ૨૦૨૪ માં અનુસૂચિત જનજાતિ વિરુદ્ધના ગુનાઓમાં ૨૮.૮% નો વધારો થયો છે. ૨૦૨૪ માં દેશભરમાં જી્ સમુદાય વિરુદ્ધ કુલ ૧૨,૯૬૦ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૨ માં ૧૦,૦૬૪ હતા.


