ર૦ર૬માં બધુ જ ખતમ થઈ જશે - માણસો નોકર બની જશે : બાબા વેંગાની ભવિષ્યવાણી
(એજન્સી) નવી દિલ્હી તા.૩૦:
જે રીતે હાલમાં આખી દુનિયા ચાલી રહી છે, તેને જોયા બાદ સૌ કોઈ જાણવા માગે છે કે આખરે તેનો અંત કેવી રીતે થવાનો છે ? હવે તેના વિશે સટીક જાણકારી તો આપી શકાય નહીં, પણ દુનિયામાં એવા ઘણા લોકો છે, જે ભવિષ્ય જોવાનો દાવો કરે છે. નવાઈ ત્યારે લાગે છે, જ્યારે તેમની વાતો સાચી સાબિત થાય છે. કંઈક આવું જ બલ્ગેરિયન ભવિષ્યવક્તા બાબા વેંગા સાથે થાય છે. જેમની ભવિષ્યવાણીઓ, જ્યારે સાચી સાબિત થવા લાગી, તો લોકો તેમના પર વિશ્વાસ કરવા લાગ્યા.
ભવિષ્યવક્તાઓમાં સૌથી મોટું નામ નેસ્ત્રાદોમસનું માનવામાં આવે છે, તો બીજું મોટું નામ બાબા વેંગાનું છે. જેમને બાલ્કનના નેસ્ત્રાદોમસ પણ કહેવાય છે. બુલ્ગારિયાના પ્રખ્યાત રહસ્યવાદી બાબા વેંગાની ભવિષ્યવાણી મોટા ભાગે સાચી સાબિત થાય છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીમાં કહેવાયું હતું કે ૨૦૨૫, અશાંતિનું વર્ષ છે અને તેમાં ખૂબ યુદ્ધ થશે.


