ટ્રમ્પનો યૂટર્ન : વિદેશી વિદ્યાર્થીઓને અમેરીકા માટે ફાયદાકારક ગણાવ્યા

ટ્રમ્પનો યૂટર્ન : વિદેશી વિદ્યાર્થીઓને અમેરીકા માટે ફાયદાકારક ગણાવ્યા

(એજન્સી)        વોશિંગ્ટન તા.૧૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ અંગેના પોતાના વલણ પર યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે કહ્યું છે કે વિદેશી વિદ્યાર્થીઓને યુનાઇટેડ 
સ્ટેટ્સમાં અભ્યાસ કરવાની મંજૂરી ચાલુ રાખવી જોઈએ, કારણ કે તેઓ ફક્ત દેશની શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવતા નથી પરંતુ યુનિવસિર્ટીઓની નાણાકીય સુખાકારીને પણ ટેકો આપે છે.
ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું કે જો ચીન અને અન્ય દેશોમાંથી આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવામાં આવે તો અમેરિકામાં લગભગ અડધી કોલેજો બંધ કરવી પડશે.
ટ્રમ્પે કહ્યું, "આપણે દુનિયાભરમાંથી આવતા અડધા વિદ્યાર્થીઓને રોકી શકતા નથી. આમ કરવાથી આપણી કોલેજ અને યુનિવસિર્ટી સિસ્ટમને ભારે નુકસાન થશે. હું એવું નથી ઇચ્છતો. મારું માનવું છે કે વિદેશી દેશોના વિદ્યાર્થીઓ હોય તે સારું છે, અને હું દુનિયા સાથે સારા સંબંધો જાળવવા માંગુ છું."
દેશની યુનિવસિર્ટીઓમાં યહૂદી વિરોધી અને ડાબેરી વિચારોને રોકવાના ઉદ્દેશ્યથી, અમેરિકાએ આ વર્ષે મે મહિનામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યુ પ્રથમ વખત બંધ કર્યા હતા.