આસામમાં ભાજપને મોટો ફટકો : સ્થાનીક ચૂંટણીમાં ૪૦માંથી માત્ર પાંચ બેઠકો મળી

આસામમાં ભાજપને મોટો ફટકો : સ્થાનીક ચૂંટણીમાં ૪૦માંથી માત્ર પાંચ બેઠકો મળી

(એજન્સી)    ગુવાહાટી તા.૩૦ :
આસામને ભલે ભારતીય જનતા પાર્ટી  નો ગઢ માનવામાં આવતો હોય અને ૨૦૧૬ થી ભાજપ સત્તા પર હોય, પરંતુ તાજેતરની બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) ચૂંટણીઓના પરિણામોએ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. ભાજપને આ ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જેને ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલા ‘સેમી-ફાઇનલ‘ તરીકે જોવામાં આવી રહી છે. UTL ની ૪૦ બેઠકોમાંથી, ભૂતપૂર્વ આતંકવાદી નેતા હાગ્રામા મોહિલરીની પાર્ટી બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (MPBP) એ જંગી જીત મેળવીને ૨૮ બેઠકો કબજે કરી છે. આની સામે, ભાજપને માત્ર ૫ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપના ભૂતપૂર્વ સાથી, યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UTL) એ પણ ૭ બેઠકો મેળવી છે.