ચાંદીના ભાવમાં આગઝરતી તેજી : રૂા.૭૦૦૦નો ઉછાળો
રાજકોટ, તા., ૩૦:
ગઇકાલે સોના-ચાંદીના ભાવમાં ભારે અફડાતફડી થયા બાદ આજે ફરી બંને કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૭૦૦૦ રૂા. અને સોનામાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે આજે ચાંદીમાં ફરી તેજી જોવા મળી હતી અને ૭૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ચાંદી ૧ કિલોના ભાવ ગઇકાલે રાત્રે ર,૩ર,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૩૭,૦૦૦ રૂા. થયા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,પ૪,૦૦૦ રૂા. હતા અને બપોરે એકાએક ગાબડુ પડતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. મોડી રાત્રે ચાંદીના ભાવ નીચામાં ર,૩૦,૦૦૦ રૂા.ની સપાટી સ્પર્શી ર,૩ર,૦૦૦ ના ભાવે બંધ રહી હતી.


