ર૭ જાન્યુઆરીએ દેશવ્યાપી બેન્ક હડતાલનું એલાન : બેંકો ત્રણ દિવસ બંધ રહેશે
(બ્યુરો) રાજકોટ, તા.૫
બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ લાગૂ કરવાની સમજુતી છતાં તેનો અમલ નહીં થતાં બેંક અધિકારી સંગઠન દ્વારા લડત આપવામાં આવી રહી છે. અને હવે આગામી ૨૭ જાન્યુઆરીએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ૨૭ જાન્યુઆરીની હડતાળથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહે તેવી હાલત સર્જાશે. કારણ કે ૨૫મીએ રવિવાર છે અને ૨૬મીએ ગણતંત્ર પર્વની રજા હશે. બેંક ગ્રાહકો હેરાનગતિમાં મુકાઇ શકે છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ ક્ન્ફેડરેશન દ્વારા જાહેર કરેલા હડતાળના એલાનમાં જાહેર કર્યું છે કે ઇન્ડિયન બેંક એસોસીએશન તથા કર્મચારી સંગઠનો દ્વારા માર્ચ ૨૦૨૪માં વેતન પંચ સમજુતી વખતે પાંચ દિવસનું સપ્તાહ દાખલ કરવાની સમજુતી થઇ હોવા છતાં હજુ તેનો અમલ કરાયો નથી.


