યુક્રેને પુતિનના ઘર પર ૯૧ ડ્રોનથી હુમલો કર્યો

યુક્રેને પુતિનના ઘર પર ૯૧ ડ્રોનથી હુમલો કર્યો

(એજન્સી)     નવી દિલ્હી તા.૩૦ 
રશિયા-યુક્રેન યુદ્ધ હવે વિનાશકારી વળાંક પર આવી ચૂક્યું છે. ૨૮-૨૯ ડિસેમ્બર ૨૦૨૫ની અડધી રાતે પુતિનના નોવગોરોદમાં આવેલા આવાસ પર ૯૧ ડ્રોનથી હુમલો થયો છે. જોકે, રશિયાના એર ડિફેન્સે તમામ ડ્રોનને નષ્ટ કરી દીધા છે. પણ આ હુમલાએ ક્રેમલિનની સુરક્ષામાં મોટું ગાબડું પાડવાની કોશિશ કરી છે.
પુતિન આ હુમલાથી બરાબરના ગુસ્સે થયા છે. રશિયાએ તેને ડાયરેક્ટ પોતાના રાષ્ટ્રપતિની હત્યાના કાવતરું તરીકે ગણાવી રહ્યા છે. આ તણાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ફોન કર્યો હતો. ટ્રમ્પે પુતિનને શાંતિ જાળવી રાખવા અને યુદ્ધ ન ભડકાવવા અપીલ કરી છે. પણ પુતિનનો ગુસ્સો શાંત થયો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પુતિને ટ્રમ્પને બેધડક જવાબ આપી દીધો છે. તેમણે કહ્યું કે જ્યારે તેમના ઘરમાં હુમલો થઈ રહ્યો છે શાંતિની વાત નકામી લાગે છે. પુતિને રોકડું પરખાવી દેતા કહ્યું કે હવે કીવને તેની ભારે કિમત ચૂકવવી પડશે.