તહેવારો સમયે જ મોંઘવારીનો ડામ : કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.૧પનો વધારો
(એજન્સી) નવી દિલ્હી, તા.૧:
દશેરાના એક દિવસ પહેલા, લોકો મોંઘવારીનો ભોગ બન્યા છે. આજથી ૧૯ કિલોગ્રામનું કોમશિર્યલ ન્ઁય્ સિલિન્ડર વધુ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં રૂા.૧૫.૫૦નો વધારો કર્યો છે. તે સાથે, દિલ્હીમાં તેની કિંમત હવે રૂા.૧૫૯૫.૫૦ થઈ ગઈ છે. આ નાણાકીય વર્ષમાં આ પહેલો ભાવ વધારો છે. આ પહેલા, તે સતત ૬ મહિના સુધી ભાવ ઘટાડવામાં આવ્યો હતો. જોકે, ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત યથાવત રહી છે. દિલ્હીમાં ઘરેલુ એલપીજી કિંમત રૂા.૮૫૩ પર યથાવત છે. છેલ્લે ૮ એપ્રિલે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં રૂા.૧૭૦૦.૫૦, મુંબઈમાં રૂા.૧૫૪૭ અને ચેન્નાઈમાં રૂા.૧૭૫૪.૫૦ થઈ ગઈ છે.


