સોનામાં સતત આગ ઝરતી તેજી રપ વર્ષમાં ર૬૦૦ ટકા મોંઘુ થયું
(એજન્સી) મુંબઇ તા.૧:
ભારતમાં છેલ્લા અઢી દાયકામાં સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૦ માં ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ માત્ર ૪,૪૦૦ રૂપિયા હતો, આજે ૨૦૨૫ માં, તે જ ભાવ ૧,૨૦,૦૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. જેનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન સોનું આશરે ૨,૬૦૦ ટકા મોંઘુ થયું છે. જો આપણે ભાવ વધારાની પેટર્ન જોઈએ તો, ૨૦૦૦ થી ૨૦૦૪ સુધી ગતિ ધીમી હતી, પરંતુ ૨૦૦૮ ની વૈશ્વિક મંદી પછી તીવ્ર ઉછાળો આવ્યો. આ એવો સમય હતો જ્યારે આર્થિક અસ્થિરતા વચ્ચે રોકાણકારો દ્વારા સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો થયો હતો.
ભારતમાં સોનાની માંગ લાંબા સમયથી પરંપરાઓ અને લગ્નો સાથે સંકળાયેલી રહી છે, પરંતુ ૨૦૦૮ પછી, સોનું રોકાણકારો માટે સલામત આશ્રયસ્થાન બની ગયું. ત્યારબાદ, ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રોગચાળા દરમિયાન, જ્યારે વિશ્વ સ્થગિત થઈ ગયું હતું અને નાણાકીય બજારો ડગમગી રહ્યા હતા, ત્યારે સોનું એકમાત્ર એવી સંપત્તિ હતી જેણે રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો.


