૯ થી ૧૧ ઓકટોબર દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે આવશે
(બ્યુરો) ગાંધીનગર તા.૩:
આગામી તારીખ ૯ થી ૧૧ ઓકટોબર રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજે પણ બે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઉપરાંત આવતીકાલે નાણામંત્રી પણ ગુજરાતની મુલાકાતે
આવતા હોય રાજકીય ગતી વિધીઓ તેજ બની છે.
રાષ્ટ્રપતિનો સત્તાવાર કાર્યક્રમ હજુ આવ્યો નથી પણ સ્થાનિક તંત્ર દ્વારા તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સત્તાવાર સુત્રો માંથી જાણવા મળ્યા મુજબ રાષ્ટ્રપતિ આગામી તારીખ ૯ ના રોજ સાંજે રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આવશે ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા જુના એરપોર્ટ ખાતે પહોંચી સકિર્ટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે બાદમાં તેઓ સોમનાથ દ્વારકા દર્શન કરશે અને સંભવિત સાસણ ગીરની પણ મુલાકાત લેશે.


