ર૦ર૯ સુધીમાં દેશના ર૧ રાજયોમાં UCC લાગુ થઈ જશે : અમીત શાહ

ર૦ર૯ સુધીમાં દેશના ર૧ રાજયોમાં UCC લાગુ થઈ જશે : અમીત શાહ

(એજન્સી)            મુંબઈ તા.૧૪
ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મુંબઈમાં કહ્યું કે ભાજપ-એનડીએ શાસિત ૨૧ રાજ્યોમાં ૨૦૨૯ પહેલા UCC લાગુ કરી દેવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૯માં યોજાવાની છે. ઉત્તરાખંડમાં જાન્યુઆરી ૨૦૨૫થી UCC સંપૂર્ણપણે લાગુ છે. 
હાલમાં UCC લાગુ કરનારું આ એકમાત્ર રાજ્ય છે.
ગુજરાત, આસામ અને મધ્યપ્રદેશમાં વિધાનસભામાંથી પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરી અને અધિસૂચના જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢે UCC લાગુ કરવા માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરનારી સમિતિઓ ગઠિત કરી દીધી છે.
અમીત શાહ મુંબઈમાં ભાજપના સેવા સંકલ્પ અભિયાનના લોન્ચિંગ માટે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.