ચાંદીએ ઈતિહાસ રચ્યો : ૧ કિલોના રૂા.૧.૮૮ લાખ : ઓલ ટાઈમ હાઈ

ચાંદીએ ઈતિહાસ રચ્યો : ૧ કિલોના રૂા.૧.૮૮ લાખ : ઓલ ટાઈમ હાઈ

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૦: 
વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં ચાંદીના ભાવમાં ગત રાત્રે ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ચાંદીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ઘરેલું વાયદા બજાર સ્ઝ્રઠ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીની કિંમત પ્રથમ વખત  ૨,૦૦,૦૦૦ પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. ગત રાત્રે ૯ થી ૧૦ વાગ્યાની આસપાસ ચાંદી ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઈ હતી.
માર્ચ ૨૦૨૬ એક્સપાયરી વાળી ચાંદીનો લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ  ૨,૦૦,૦૦૦ પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો, જે અગાઉના ક્લોઝિંગ ભાવ (૧,૮૧,૭૪૨) કરતાં  ૧૯,૦૦૦ અથવા ૧૦% ની જાેરદાર વૃદ્ધિ દર્શાવે છે. કારોબાર દરમિયાન ચાંદીનો ભાવ  ર,૦૦,૦૦૦ ના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો હતો.
ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના મતે, આ ઘટાડો રોકાણકારોના સાવચેતીભર્યા વલણ અને ફેડ (હ્લીઙ્ઘીટ્ઠિઙ્મ ઇીજીદિૃી) ની બેઠક સાથે જોડાયેલી અનિશ્ચિતતાની સીધી અસર છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ છેલ્લા ૧૧ મહિનામાં ચાંદીના ભાવમાં રૂા.૧ લાખનો વધારો થયો છે. વર્ષ ર૦૦૧માં ચાંદીનો ભાવ રૂા.૭૦૦૦ હતો જે ર૦રપ માં રૂા. ર લાખ થઈ ગયો છે. જે રેકોર્ડ વધારો છે.