જૂનાગઢમાં તળાવ દરવાજા સ્થિત લેકવ્યુ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી

થર્ટી ફર્સ્ટની ઉજવણીની અત્યારથી જ તૈયારી ?

જૂનાગઢમાં તળાવ દરવાજા સ્થિત લેકવ્યુ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરમાં આગામી તા. ૩૧ ડિસેમ્બર એટલેકે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાધન સક્રીય બન્યું હોય તેમ અત્યારથી જ તૈયારી ચાલી રહી હોય તેમ સામે આવ્યું છે. શહેરનાં ભરચક અને પોશ એરિયા મનાતા તળાવ દરવાજા નજીક આવેલા લેકવ્યુ કોમ્પ્લેક્ષના પાકિર્ંગમાંથી કચરાના ઢગલામાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર જાગી ઉઠી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર તળાવ દરવાજા ખાતે આવેલા લેકવ્યુ કોમ્પ્લેક્ષ ખાતે કચરો લેવા આવેલી ગાડીનાં કર્મચારીઓએ જયારે કચરો લેવા માટેની કાર્યવાહી કરી ત્યારે આ કોમ્પ્લેક્ષનાં કચરાનાં ઢગલામાંથી કચરો લઈ જતા પ્લાસ્ટીકની થેલીઓ તુટી જતા વિદેશી દારૂની ખાલી બોટલો નીચે વેરાઈ ગઈ હતી અને અહીં દારૂની મહેફીલ કોઈએ માણી હશે તેવું સામે આવ્યું હતુ અને આ અંગે ભારે ચર્ચા ઉઠવા પામી હતી. દરમ્યાન આધારભુત રીતે ચર્ચાતી વિગત અનુસાર નવા વર્ષનું આગમન એટલે કે ૩૧ ડિસેમ્બરની ઉજવણીનો માહોલ જૂનાગઢ અને સોરઠમાં અત્યારથી જ શરૂ થઈ ગયો હોય તેુમ મનાય છે અને યુવાવર્ગ દ્વારા ડાન્સબારની પાર્ટીઓ માટે કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. ખાસ કરીને શ્રીમંત કુટુંબના નબીરાઓમાં દારૂની મહેફીલ માણવાનો એક ક્રેઝ જાેવા મળી રહયો છે અને યુવા વર્ગનું આ ફ્રેન્ડ સર્કલ અત્યારથી જ દારૂની મહેફીલ માટે સજ્જ બની ગયુંં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂ સહિતની બદીઓ સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી અને લાખો રૂપિયાનો દારૂ પકડતા હોય છે અને નવા વર્ષની ઉજવણીનાં સમય દરમ્યાન જડબેસલાક નાકાબંધી અને બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે પરંતુ તેમ છતા જૂનાગઢ અને સોરઠમાં દારૂની મહેફીલો થતી જ રહે છે અને યેનકેન પ્રકારે યુકિત પ્રયુકતિથી મોટાપાયે દારૂ ઘુસાડવામાં આવતો હોવાની પણ ચર્ચા છે. વિશેષમાં વિદેશ દારૂની એક બોટલનાં રૂા. પ૦૦ હતા જે થર્ટી ફર્સ્ટની ઉજવણીનાં આ દિવસોમાં રૂા.૧પ૦૦ જેવો ભાવ હાલ બોલાય છે તેવુ જાણકાર સુત્રોએ જણાવ્યુ હતું. દારૂબંધીનાં ગુજરાતમાં ૩૧ ડિસેમ્બરે દારૂની રેલમછેલ જામશે તે પણ એટલું જ નકકી છે.