“જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન: ગુલાબી ઈયળનું જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન” ઉપર ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

“જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન: ગુલાબી ઈયળનું જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન” ઉપર ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢદ્રારાતા. ૦૭ ઓકટોબર ૨૦૨૫ નાં રોજ વિશ્વ કપાસ દિવસની ઉજવણી અને'' જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન : ગુલાબી ઈયળનું જંતુનાશક પ્રતિકારક વ્યવસ્થાપન” ઉપર ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાંજૂનાગઢ જીલ્લાના જૂનાગઢ, ભેસાણઅને વંથલી તાલુકાના ૬૦ પ્રગતિશીલ ખેડૂતભાઈઓએ  ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારંભ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા સાહેબ, માનનીય સંશોધન  નિયામકશ્રી ડો. એ.જી.પાનસુરીયા સાહેબ, માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. બી. જાદવ સાહેબ, માનનીય  કુલસચિવશ્રી ડો. વાય. એચ. ઘેલાણી સાહેબ, યુનિટ હેડ ડો. એમ. જી. વળુ સાહેબ તથા આપ્રોજેક્ટના વડા અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. એમ. વી. વરીયાની ઉપસ્થિતીમાં યોજાયેલ હતો.
ખેડૂત તાલીમ કાર્યક્રમની શરુઆતમાં ડો. એમ. જી. વળુ, સંશોધન વૈજ્ઞાનિકશ્રી (કપાસ)દ્રારા સર્વે મહેમાનોનુંશાબ્દિક સ્વાગત  અને કાર્યક્રમની રૂપરેખાઆપવામાં આવેલ.આ પ્રસંગે માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા સાહેબે પોતે ખેડૂત હોવાથી તેમણે કપાસની ખેતી વિષે સારી ગુણવતાયુક્ત સરકાર માન્ય બિયારણની જાતો, યોગ્ય સમયે ભલામણમુજબ જરૂરી ખાતર અને પિયત વ્યવસ્થાપન તેમ જ રોગ-જીવાતોના અસરકારક નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશક/ ફૂગનાશક દવાઓ વાપરી અનેઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવવા માટેની ખેડુતભાઈઓને માહિતગાર કર્યા હતા.તેમ જ માનનીય સંશોધન  નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયા સાહેબે આ તાલીમ કાર્યક્રમ ખેડૂતોને ગુલાબી ઈયળના નિયંત્રણમાં સફળતા અપાવશે તેવું જણાવેલ હતું. માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. બી. જાદવ સાહેબે કપાસનાં પાકમાં ગુણવતાયુક્ત વધુ ઉત્પાદન લેવા માટે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને અનુસરવા અને સોસીયલ મીડિયાનાં માધ્યમથી કૃષિને લગતા   ભલામણ થયેલ ટેકનોલોજીનાં વિડીયો જોવાઅનુરોધકરેલ હતો. માનનીય  કુલસચિવશ્રી ડો. વાય. એચ. ઘેલાણી સાહેબે કપાસમાં ગુલાબી ઈયળનું ઓછા ખર્ચે સંકલિત નિયંત્રણ કરવાની માહિતી આપેલ હતી.
આ તાલીમ કાર્યક્રમમાં  ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્રારા ગુલાબી ઇયળના નિયંત્રણ માટે લાભાર્થીખેડૂતભાઈઓનેકિટ વિતરણ  અને પેમ્પલેટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાલીમ કાર્યક્રમનું આપ્રોજેક્ટના વડા ડો. એમ. વી. વરીયા દ્રારા આભારવિધિ પણ કરવામાં આવી હતી. આકાર્યક્રમનુંસફળ સંચાલનડો. એ. એમ. પોલરાદ્રારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કપાસ સંશોધન કેન્દ્રની પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી.