સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી

રૂા. ૪૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ : રેઈન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની વડાપ્રધાને મુલાકાત લીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી

નર્મદા (રાજપીપળા) તા. ૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે શનિવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 
સમારોહ બાદ વડાપ્રધાન મોદીએ ૪૦૦ કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એકતાનગર ખાતે આવેલા ‘રેન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની પણ મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૫:૩૦થી ૭:૪૦ વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂર્ણ થયા બાદ રાત્રે ૮:૦૦ વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે ૯:૧૦ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે.