દાલ સરોવરની સાફસફાઈ દરમિયાન પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો.

દાલ સરોવરની સાફસફાઈ દરમિયાન પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો.

ગઈકાલ તા. 21 સપ્ટેમ્બરના રોજ જમ્મુ-કશ્મીરના દાલ સરોવરની સાફસફાઈ કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું જે દરમિયાન પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતમાં અનેક સ્થળોએ હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરેલો જેમાં પાકિસ્તાને કશ્મીરીઓને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ વડે હુમલાઓ કરેલા જેને ભારતીય સેનાએ નિષ્ફળ કરેલા હતા. એ વખતે તોડી પડાયેલી મિસાઈલનો કાટમાળ મળી આવતા સુરક્ષા દળો દ્વારા તેને અન્યત્ર ખસેડવામાં આવેલ છે.