અમદાવાદમાં વૃક્ષની ડાળી પડતા ખાનગી કંપનીમાં કામ કરતા યુવકનું મોત.
અમદાવાદમાં એક ખાનગી લકઝરી બસ ક્ષમતા અને સ્તર કરતા વધુ સામાન લાદીને નમસ્તે સર્કલ પાસેથી પસાર થઈ રહી ત્યારે એક વૃક્ષની ડાળી સાથે અથડાતા ડાળી તૂટીને સીધી બસની પાછળ એકટીવા પર આવી રહેલ યુવકના માથા પર પડતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ યુવકને સારવાર અર્થે વલ્લભ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલ યુવક પરિમલ ગાર્ડન પાસે આવેલ એક ખાનગી કંપનીમાં કો-ઓર્ડીનેટર તરીકે કામ કરતો હતો. આ આખી ઘટના બસમાં વધુ પ્રમાણમાં સમાન લાદવાને લીધે ઘટી હોવાથી પોલીસે માનવવધનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


